September 24, 2023

NANDEJ COVERAGE

News Channel of Gujarat

Newsઅમદાવાદગાંધીનગરગુજરાત

વિશ્વકર્મા જયંતીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએદેશનાશ્રમયોગીઓને આપી પીએમ વિશ્વકર્મા યોજનાની ભેટ

વિશ્વકર્મા જયંતીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએદેશનાશ્રમયોગીઓને આપી પીએમ વિશ્વકર્મા યોજનાની ભેટ

Share with:


Read Time:13 Minute, 55 Second

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘પીએમ વિશ્વકર્મા યોજના’ના શુભારંભ કાર્યક્રમમાં અમદાવાદ ખાતેથી સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા

વડાપ્રધાન એ વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે 18 પ્રકારના વ્યવસાયકારોને ગેરંટી વિના લોન, ટૂલ કિટ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના લાભો આપતી ‘પીએમ વિશ્વકર્મા યોજના’ની ભેટ આપી

દેશના કુશળ શ્રમયોગીઓની મહેનત, લગન, પરિશ્રમ અને હુનરને યોગ્ય તકો અને પ્લેટફોર્મ પૂરું પાડવાનો ‘પીએમ વિશ્વકર્મા યોજના’નો મુખ્ય હેતુ પીએમ વિશ્વકર્મા યોજના’નો લાભ ગુજરાતના બે લાખ તો દેશમાં વીસ લાખ લોકોને મળશે છેલ્લાં 9 વર્ષમાં અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ થકી 13 કરોડ 50 લાખ લોકોને ગરીબીમાંથી બહાર લાવીને સુશાસન અને વિકાસનો નવો ઇતિહાસ રચ્યો• ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મૂળ મંત્રને સાકાર કરવાની દિશામાં સમર્પિત એવી ‘પીએમ વિશ્વકર્મા યોજના’ આવનારા 5 વર્ષોમાં 13 હજાર કરોડ રૂપિયાની સહાય થકી નાના વ્યવસાયકારોને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવશે• આઝાદીના અમૃતકાળમાં ‘પીએમ વિશ્વકર્મા યોજના’ વિવિધ વ્યવસાયોના કારીગરોના સર્વગ્રાહી વિકાસનો અમૃતકાળ બનશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭૭મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. પોતાના આ વચનને પરિપૂર્ણ કરતા વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. ‘પીએમ વિશ્વકર્મા યોજના’ના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી સહભાગી થયા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતેથી લાભાર્થીઓને લાભ એનાયત કરીને આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાના વ્યવસાયકારોના હુનર, ઉદ્યોગને સમયાનુરૂપ વિકાસ, તકો અને નવી ઓળખ આપવાનો પ્રયાસ આ ‘પીએમ વિશ્વકર્મા યોજના’થી વડાપ્રધાન એ કર્યો છે.તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોમ્પિટિશનના આજના યુગમાં ‘પીએમ વિશ્વકર્મા યોજના’ નાના કારીગરોને ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટેનું એક આખું મિકેનિઝમ ઊભું કરનારી આગવી યોજના બની રહેશે.આ ‘પીએમ વિશ્વકર્મા યોજના’ નો લાભ ગુજરાતના બે લાખ જેટલા નાના-મોટા કારીગરોને મળશે. એટલું જ નહીં, દેશમાં અંદાજિત વીસ લાખ લોકો યોજનાથી લાભન્વિત થશે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાં ગરીબ, વંચિત, પીડિત અને શોષિત પ્રજાના કલ્યાણ અર્થે સમર્પિત રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે શિલ્પ, સ્થાપત્ય, હસ્તકળા સહિત વિવિધ વ્યવસાયોના સ્થાપત્ય દેવ એવા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતીના પાવન અવસરે વડાપ્રધાનશ્રીએ આવા વ્યવસાયકારો અને કુશળ કારીગરો માટેની ‘પીએમ વિશ્વકર્મા યોજના’ની ભેટ આપી છે. વડાપ્રધાન ના સુશાસન અને સેવાને સમર્પિત શાસન વિશે વાત કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, દેશનું શાસન સંભાળ્યા બાદના પ્રથમ પ્રવચનમાં જ વડાપ્રધાન એ ગરીબો અને પીડિતોના ઉત્થાન માટે સેવારત થવાનો સંકલ્પ સેવ્યો હતો. છેલ્લાં 9 વર્ષમાં અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ થકી 13 કરોડ 50 લાખ લોકોને ગરીબીમાંથી બહાર લાવીને સુશાસન અને વિકાસનો નવો ઇતિહાસ રચ્યો છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.પીએમ વિશ્વકર્મા યોજના વિશે વધુ વાત કરતાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મૂળ મંત્રને સાકાર કરવાની દિશામાં સમર્પિત એવી આ યોજનાના અમલીકરણ માટે આવનારા 5 વર્ષોમાં 13 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.સુથાર, લુહાર, સોનાર, રમકડાં બનાવનાર, વણનાર, ચણતરકામ કરનાર, હોડી બનાવનાર, કુંભાર, હથોડી બનાવનાર, શિલ્પકાર, ચર્મકાર, રામી, બખ્તર બનાવનાર, તાળાં બનાવનાર, વાળંદ, માછલી પકડનાર, ધોબી, દરજી જેવા કુલ 18 પ્રકારના વ્યવસાયકારો આ યોજનાનો લાભ મેળવીને ખરાં અર્થમાં આત્મનિર્ભર બનશે અને ‘અન ટુ ધ લાસ્ટ’ એટલે કે અંત્યોદયનો વિકાસ થશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આજે કેન્દ્ર અને રાજ્યની દરેક યોજનાના કેન્દ્રમાં નાનામાં નાના અને છેવાડાના માનવીનું હિત સમાયેલું હોય છે.તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન ના સતત માર્ગદર્શનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક યોજનામાં એક પણ જરૂરતમંદ લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહી જાય અને સો ટકા લાભાર્થી સુધી યોજના ના લાભ પહોંચાડી સેચ્યુરેશન સુધી લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દેશના તમામ નાગરિકોને કેન્દ્રની આ સરકાર પોતીકી સરકાર લાગી રહી છે. કોરોનાકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩ લાખ શહેરી ફેરિયાઓને રૂ. 300 કરોડની લોન સહાય ચૂકવવામાં આવી છે.વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જયારે દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે આ પી.એમ. વિશ્વકર્મા યોજના વિવિધ વ્યવસાયોના કારીગરોના સર્વગ્રાહી વિકાસનો અમૃતકાળ બનશે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સૌને વિશ્વકર્મા જયંતીની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આજે પીએમ વિશ્વકર્મા યોજનાનો શુભારંભ છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાની નેમ ધરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ પણ છે, માટે આજનો દિવસ ગૌરવદાયી દિવસ છે.મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, પીએમ વિશ્વકર્મા યોજનાથી જુદા જુદા 18 જેટલા કુશળ કારીગરોની હસ્તકલાને પ્રાધાન્ય આપી પ્રોત્સાહન આપી શકાશે. આ ઉપરાંત રાહત દરે લોન અને આધુનિક તાલીમ પણ અપાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ હંમેશા છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભો પહોંચી શકે તે દિશામાં પ્રયાસ કર્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. બળવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમેરિકા પ્રવાસની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને માઇક્રોન ટેકનોલોજી વચ્ચે MOU થયા. આજે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય છે.આ પ્રસંગે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભગવાન વિશ્વકર્મા પૂજન દિવસ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીનો જન્મદિવસ હોવાથી આજનો દિવસ ઐતિહાસિક બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હરહંમેશ દેશભરના વિશ્વકર્મા કારીગરોની ચિંતા કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.વધુમાં મંત્રી એ જણાવ્યું કે વડાપ્રધાન એ વિશ્વકર્મા કારીગરો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી આગવી ઓળખ અપાવવાનું પ્રણ લીધું છે. તાજેતરમાં યોજાયેલી G20 સમીટના મહેમાનોને પણ વિશ્વકર્મા કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, દેશભરના રેલવેસ્ટશનો ખાતે સ્ટોલ્સ, કેવડિયા કોલોની ખાતે એકતા મોલ, હસ્તકલા હાટ અને મેળાઓ જેવા વિવિધ આયોજનોથી કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓ ઘરે ઘરે પહોંચી છે.મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, કલકત્તાના હાવડા બ્રિજના નિર્માણ પ્રસંગે અંગ્રેજોએ પણ ભગવાન વિશ્વકર્માનું પૂજન કરાવ્યું હતું. ત્યારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાતમુહૂર્ત પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ભગવાન વિશ્વકર્માનું પૂજન કર્યું હતું. વિશ્વકર્મા કારીગરોના આર્થિક ઉત્થાન માટેની પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા ભગવાન વિશ્વકર્માનું નવતર પૂજન થયું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ કારીગરો સહિત તમામ નાગરિકોને વડાપ્રધાન ને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કરવા તથા સ્વચ્છતાનો સંકલ્પ લેવાનું આહવાન પણ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા 18 વર્ષ કે તેથી વધુ વયના વિવિધ 18 જેટલા વ્યવસાયો સાથે સંકળાયેલા કુશળ કારીગરોને પ્રથમ તબક્કામાં રૂ. 1 લાખ સુધીની લોન રાહત દરે 18 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કાની રૂ. 2 લાખ સુધીની લોન રાહત દરે 30 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે.વધુમાં, આ યોજનાના લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ પણ આપવામાં આવશે. કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને તાલીમના સમયગાળા દરમિયાન ટૂલકિટ સ્વરૂપે રૂ.15,000 સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે. સિટી સિવિક સેન્ટરમાં આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિક ચકાસણીને આધારે યોજનામાં ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.આ પ્રસંગે પીએમ વિશ્વકર્મા માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ યોજનાના વર્ચ્યુઅલ શુભારંભ પ્રસંગે શહેરના મેયર પ્રતિભા જૈન, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, સાંસદ હસમુખભાઈ પટેલ, ડો. કિરીટ સોલંકી, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના સચિવ એસ.જે. હૈદર, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., મ્યુનિસપિલ કમિશનર એમ. થેન્નારસન, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, સર્વે ધારાસભ્ય ઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, પદાધિકારી ઓ, કોર્પોરેટર ઓ, તથા મોટી સંખ્યામાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા કુશળ કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોતા વોર્ડમાં વૃક્ષારોપણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોતા વોર્ડમાં વૃક્ષારોપણ

Share with:


Read Time:1 Minute, 27 Second

સોલા ગામ તળાવ પાસે કુલ 73 વૃક્ષો રોપાયાં AMC દ્વારા આજના દિવસે સમગ્ર અમદાવાદમાં કુલ 1,01,000 વૃક્ષો વવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોતા વોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરાયું હતું. ગોતા વોર્ડમાં સોલા ગામ તળાવ નજીક કુલ 73 વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે AMC દ્વારા સમગ્ર અમદાવાદમાં કુલ 1,01,000 વૃક્ષો રોપવામાં આવશે.આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન, શાસક પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર અડાલજ ખાતે ત્રિમંદીરમાં દર્શન કરી તેમના દિર્ઘાયુ તથા નિરામય જીવનની પ્રાર્થના કરતા રાજ્યના મુખ્યમંત્રી

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર અડાલજ ખાતે ત્રિમંદીરમાં દર્શન કરી તેમના દિર્ઘાયુ તથા નિરામય જીવનની પ્રાર્થના કરતા રાજ્યના મુખ્યમંત્રી

Share with:


Read Time:49 Second

ગાંધીનગર:

રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે આજે રવિવારે વહેલી સવારે અડાલજ ખાતે ત્રિમંદીરમાં સીમંધર સ્વામી અને અન્ય દેવ દેવતાઓના દર્શન પૂજન કરી વડાપ્રધાનના દિર્ઘાયુ તથા નિરામય જીવનની પ્રાર્થના કરી હતી .વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વમાં પ્રગતિ ની નવી ઉંચાઈઓ સર કરે તેવી મંગલ કામના મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે દાદા ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના પણ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


પાટીલ પ્રકરણમાં આફટર શોક શરૂ, વસાવા જૂથના સુરત જિલ્લા ભાજપના ત્રણ દિગ્ગજો સસ્પેન્ડ

પાટીલ પ્રકરણમાં આફટર શોક શરૂ, વસાવા જૂથના સુરત જિલ્લા ભાજપના ત્રણ દિગ્ગજો સસ્પેન્ડ

Share with:


Read Time:3 Minute, 5 Second

તરસાડી નગર ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન હરદીપસિંહ અટોદરિયા અને રાકેશસિંહ સોલંકી સસ્પેન્ડ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિધ્રૂદ્ધ ફરતી થયેલી પત્રિકાનો વિવાદ દિવસેને દિવસે ઘેરો બની રહ્યો છે. હવે આ મામલે આકરા પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ અધ્યક્ષને બદનામ કરવાના મુદ્દે આજે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે ગણપત વસાવાના નજીકના ગણાતા ૩ હોદ્દેદારોને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.. સી.આર.પાટીલતેમજ કેટલાક ધારાસભ્યોને બદનામ કરતી પત્રિકા મામલે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી અને પક્ષના જ નેતાઓને બદનામ કરવા બદલ ૩ ઉદ્દેદારોને પાટીમાંથી સસ્પેન્ડ કરી નાંખ્યા છે. ઉમરપાડા ભાજપના પ્રભારી અને ગણપત વસાવાના અંગત ગણાતા રાકેશસિંહ સોલંકી, તરસાડી નગર ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ અને તરસાડી નગરપાલિકાના કારોબારી ચેરમેન હરદીપસિંહ અટોદરિયાની પદ્મમાંથી હાકાલપટ્ટી કરવામાં આવી છે. ત્રણેયને સક્રિય સભ્ય, પ્રાથમિક સભ્ય તેમજ ામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

પાટીલ પ્રકરણમાં આફટર શોક શરૂ, વસાવા જૂથના સુરત જિલ્લા ભાજપના ત્રણ દિગ્ગજો સસ્પેન્ડ

ક્રાઈમબ્રાંચમાંથી મળેલી વિગતો અનુસાર પત્રિકાંડનો મુખ્ય સૂત્રધાર રાકેશ સોલંકી છે. તેણે પત્રિકાઓ બનાવી પેનડ્રાઈવ તૈયાર કરી હતી. જ્યારે દિપુ યાદવ અને ખુમાનસિંહે ભરુચ અને પાલેજથી પોસ્ટ મારફતે તેને અલગ .અલગ નેતાઓને મોકલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈથી ખરીદાયેલી ૧૫૦૦ પેન ડ્રાઈવ મારફતે ભારતભરમાં ભાજપના નેતાઓને પશિ મોકલીને પાટીલને બદનામ કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યુ હતું. જેના એડ્રેસ-નંબર સહિતની વિગતો કમલમમાંથી જ મેળવવામાં આવી હતી. હરદીપસિંહ અટોદરિયા પૂર્વમંત્રી ગણપત વસાવાનો નજીકના માનવામાં આવે છે અને તેના સમર્થક છે. હાલમાં તે તરસાડી નગરપાલિકાના કારોબારી ચેરમેન છે. દેવેન્દ્રસિંહ ચૌહાણ હાલમાં તરસાડી નગર ભાજપ પ્રમુખ છે અને તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. આ સમગ્ર કાંડમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ કરેલી FIRમાં દેવેન્દ્રસિંહ ચૌહાણનું નામ નથી, પણ સમગ્ર મામલો બહાર આવ્યાં બાદ દેવેન્દ્રસિંહ મીણ સક્તિ ઘણાં મોટા રાજકીય માળાઓ ભૂગર્ભમાં ઉતારી ગયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


રાજ્ય સરકારે કાર્યક્રમો માટે એસટી બસો વાપરીને નિગમને ૫૩.૮૧ કરોડ ચૂકવ્યા નથી

રાજ્ય સરકારે કાર્યક્રમો માટે એસટી બસો વાપરીને નિગમને ૫૩.૮૧ કરોડ ચૂકવ્યા નથી

Share with:


Read Time:2 Minute, 28 Second
રાજ્ય સરકારે કાર્યક્રમો માટે એસટી બસો વાપરીને નિગમને ૫૩.૮૧ કરોડ ચૂકવ્યા નથી

.ગાંધીનગર, મોંધવારીનો માર વધુ એકવાર ગુજરાતની જનતા પર પડ્યો છે. કારણ કે, રાજ્ય સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. ૧૦ વર્ષ બાદ એસટી બસના ભાડામાં ૨૫ ટકાનો વધારો થયો છે.

આજથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. હવેથી લોકલ બસમાં પ્રતિ કિમીએ ૬૪ પૈસાની જગ્યાએ ૮૦ પૈસા કરાયા છે. જીએસઆરટીસીએ બસના ભાડામાં વધારો કરતા હવે મુસાફરોએ એસ ટી બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે. આ વાત તો થઈ નાગરિકોની. જનતાને એસટી બસમાં મુસાફરી કરવી હશે તો વધુ રૂપિયા આપવા જ પડશે. પરંતુ શુંતમને ખબર છે, સરકારે પોતાના કાર્યક્રમો માટે એસટી બસો વાપરીને કરોડોનું ભાડુ ચૂકવ્યુ નથી.આપણા ખિસ્સામાંથી રૂપિયા ખંખેરવા સરકારને માત્ર એક જાહેરાત કરવાની જરૂર પડે છે. એક જાહેરાત થઈ અને બીજા દિવસથી ભાવ વધારો લાગે. પછી એ દૂધ હોય, શાકભાજી હોય, પેટ્રોલ હોયે

કે પછી ગેસ સિલિન્ડર હોય. પરંતુ રાજ્ય સરકારે ૫૩.૮૧ કરોડ એસટી બસ ભાડું હજી સુધી ચૂકવ્યુ નથી. વિવિધ લોકાર્પણ કાર્યક્રમો, સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા સરકારે ૩૪,૬૧૪ એસટી બસો ભાડે રાખી હતી. પોતાના કાર્યક્રમોમાં જાગીરની જેમ બસો વાપરીને સરકારે પોતે જગુજરાત સરકારે હજી સુધી એસટી નિગમને બાકી ૫૩.૮૧ કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. કોઈ પણ સરકારી યોજનાનો ઉદઘાટન સમારોહ હોય, સરકારી કાર્યક્રમ હોય, ભૂમિપૂજન હોય કે લોકાર્પણ કર્યો હોય. આ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે સરકારને પ્રયાસો કરવા પડે છે. આ માટે ભાજપના ધારાસભ્યોથી લઈને કાર્યકરોને સભા સ્થળ સુધી લાવવા લઈ જવા માટે એસટી બસોની મદદ લેવામાં આવેછે. વિધાનસભામાં ખુદ રાજ્ય વાહન વ્યવહાર વિભાગે જણાવ્યુ કે, રાજય સરકારે એસટી નિગમના ૫૩.૮૧ કરોડ ચૂક્યા નથી.કરોડોનું ભાડું ચૂકવવાનું બાકી રાખ્યું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયો

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયો

Share with:


Read Time:1 Minute, 42 Second

અમદાવાદ ને મળ્યા નવા પોલીસ કમિશનર અગાઉ સંજય શ્રીવાસ્તવ ફરજ નિવૃત થતા તેમના પદ પર પ્રેમવીર સિંહને ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાની ફરજ સોંપવામાં આવી હતી.

અમદાવાદ ને મળ્યા નવા પોલીસ કમિશનર અગાઉ સંજય શ્રીવાસ્તવ ફરજ નિવૃત થતા તેમના પદ પર પ્રેમવીર સિંહને ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાની ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં આઈ.પી.એસ. અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ અને વડોદરા ને નવા પોલીસ કમિશનર મળ્યા હતા. અમદાવાદમાં જી.એસ. માલિક ને નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી

આજે તેમણે સત્તાવાર પોલીસ કમિશનર તરીકે નો ચાર સંભાળ્યો હતો. અમદાવાદ ના નવા પોલીસ કમિશનર જી.એસ. મલિકને શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જી.એસ. મલિક 1993 બેચના ips અધિકારી છે. 8 જાન્યુઆરી 1994 ના રોજ આઇ.પી.એસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી .તેઓ ગુજરાતમાં અમદાવાદ વડોદરા ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે. જી.એસ. મલિક BSF ના વડા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


SMCએ એરપોર્ટ વિસ્તારમાં દરોડો પાડી ૨.૫૬ લાખનો દારૂ ઝડપયો

SMCએ એરપોર્ટ વિસ્તારમાં દરોડો પાડી ૨.૫૬ લાખનો દારૂ ઝડપયો

Share with:


Read Time:3 Minute, 22 Second

DVRની તપાસમાં સ્થાનિક પોલીસકર્મીઓનાં ચહેરા પણ ઉજાગર થાય તેવી શકયતા

કબજે લેવાયેલા ડીવીઆરમાં અનેક પોલીસ કર્મીઓ ની સંડોવણી ખૂલે તેવી શક્યતાઓ

પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે પત્નીને રૂપિયા કમાવવાનો એવો નશો ચઢ્યો કે બની ગઇ બુટલેગર SMCએ એરપોર્ટ વિસ્તારમાં દરોડો પાડી ૨.૫૬ લાખનો દારૂ ઝડપયો! DVRની તપાસમાં સ્થાનિક પોલીસકર્મીઓનાં ચહેરા પણ ઉજાગર થાય તેવી શકયતા July 28, 2023 0SMCએ એરપોર્ટ વિસ્તારમાં દરોડો પાડી ૨.૫૬ લાખનો દારૂ ઝડપયો! DVRની તપાસમાં સ્થાનિક પોલીસકર્મીઓનાં ચહેરા પણ ઉજાગર થાય તેવી શકયતા પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે પત્નીને રૂપિયા કમાવવાનો એવો નશો ચઢ્યો કે બની ગઇ બુટલેગરકબજે લેવાયેલા ડીવીઆરમાં અનેક પોલીસ કર્મીઓ ની સંડોવણી ખૂલે તેવી શક્યતાઓરૂપિયા કમાવવાનો નશો આજે દરેકને હોય છે, જેમાં કેટલાક લોકો એવાં કામ કરતા હોય છે, જેના કારણે જેલના સળિયા ગણવાના દિવસો પણ આવી જતા હોય છે. ત્યારે પોલીસના સકંજામાં એક એવી મહિલા આવી છે જે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બુટલેગર બની ગઇ છે. મહિલાનો પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે તેણે દારૂનો ધંધો કરીને પરિવારને પણ ડુબાડ્યો છે. સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમે મોડી રાતે ઘરમાં રેડ કરીને મહિલાને 2.56 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી છે

SMCએ એરપોર્ટ વિસ્તારમાં દરોડો પાડી ૨.૫૬ લાખનો દારૂ ઝડપયો

સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, સરદારનગર વિસ્તારમાં આવેલી રમેશ દત્ત કોલોનીમાં રહેતી ગીતા યોગેન્દ્રસિંગ દારૂનો ધંધો જોરશોરથી કરી રહી છે. બાતમીના આધારે સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ગીતાની ધરપકડ કરી લીધી હતી. દરોડા દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દારૂની 855 બોટલો મળી આવી છે, જેની કિંમત 2.56લાખ રૂપિયા થાય છે.સ્ટેટ મોનીટરીંગ સેલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગીતા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ગીતાએ અજય નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. ત્યાર બાદ વેચવાનું શરૂ કરી દીધું હોવાનું ખૂલ્યું છે.

રૂપિયાના નશાએ ગીતા બની બુટલેગરગીતાના પતિ યોગેન્દ્રસિંગ આર્મી જવાન છે DVR ખુલ્લા પાડશે અનેક ચહેરાઓબીજી તરફ ગીતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. જેના ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગીતાના ઘરે કયા પોલીસ કર્મચારીઓ આવતા હતા, કેટલા ગ્રાહકો આવતા હતા તેનો પર્દાફાશ સીસીટીવી ફૂટેજ જોતાં સામે આવે તેવી શક્યતા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


ચોરી કરેલ બે મોટરસાયકલ સાથે સેટેલાઇટ વિસ્તારમાંથી મહેશભાઈને ઝડપતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ

ચોરી કરેલ બે મોટરસાયકલ સાથે સેટેલાઇટ વિસ્તારમાંથી મહેશભાઈને ઝડપતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ

Share with:


Read Time:2 Minute, 52 Second
ચોરી કરેલ બે મોટરસાયકલ સાથે સેટેલાઇટ વિસ્તારમાંથી મહેશભાઈને ઝડપતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ

અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ નીરજ બડગુજરની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ બી.યુ.જાડેજાની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના ઇન્ચાર્જ એમ.એલ.રામાણી આસી.સબ.ઇન્સ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો જીતેન્દ્રસિહ દશરથસિહ તથા પો.કો.લકધીરસિહ રતુભા હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે સેટેલાઇટ વિસ્તારમાંથી મહેશભાઈને તા-૨૩/૭/૨૦૨૩ ના કલાક ચાર વાગ્યે બે અલગ અલગ મોટરસાયકલ જેમા અનુક્રમ- હિરો કંપનીની સ્પેન્ડર મો.સા જેનો એ.નં-HA10AGJ5F01877 તથા ચે.નં- MBLHAR080J5F01181 જેની હાલની અંદાજીત કિ,રૂ,૩૦,૦૦૦ તથા હિરો હોન્ડા પેશન મો.સા જેનો નં- GJ.01.J.2892 જેનો એ.નં HA10EB99J11193 તથા ચે.નં MBLHA10EL99J09368 જેની હાલની અંદાજીત કિ,રૂ,૧૫,૦૦૦ની મળી કુલ્લે-૪૫,૦૦૦ ના મુદામાલ સાથે અટક કરી વાહન ચોરીના બે ગુનાઓ ડિટેક કરી સારી કામગીરી કરી હતી.શોધાયેલ ગુનાની વિગત(૧) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નંબર ૧૧૧૯૧૦૪૫૨૩૦૩૬૭/૨૦૨૩ ધી ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ(૨) ચાંદખેડા પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નંબર- ૧૧૧૯૧૦૦૮૨૩૦૪૬૬/૨૦૨૩ ધી ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજ્બકામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ(૧) મ.સ.ઇ.એમ.એલ.રામાણી(૨) એ,એસ,આઇ.અજયકુમાર કનુજી બ.નં-૧૩૬૬ર(૩) અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ બ.નં-૬૨૮૭ (૪) અ.પો.કો વિજયસિંહ હનુભા બ.ન-પ૮૯૭ (૫) અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ બ.ન-૯૪૯૧(૬) અ.પો.કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૧૦૨૬૫(૭) અ.પો.કો લકધીરસિંહ રતુભા બ.નં-૧૦૩૩૪ (૮) અ.પો.કો.જયદીપસિહ રામદેવસિહ ૮૭૨૮ (૯) અ.પો.કો.મનુભાઇ વલુભાઇ બ.નં-૩૦૮૭ (૧૦) અ.પો.કો.મુળુભાઇ વેજાભાઇ બ.નં-૧૦૦૭૭(૧૧) અ.પો.કો.અજુમઅલી ઇસબઅલી ૩૯૯૦

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


સુનીતા અગ્રવાલ એ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

સુનીતા અગ્રવાલ એ  ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

Share with:


Read Time:1 Minute, 37 Second

રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા

રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યના કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવોએ પુષ્પો અર્પણ કરીને મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ ને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલ નાં અગ્ર સચિવ રાજેશ માંજુએ કર્યું હતું.

સુનીતા અગ્રવાલ એ  ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

રાજભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ આર. એચ. શુક્લ, રાજ્યના વિજિલન્સ કમિશનર સંગીતા સિંઘ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


ગુજરાત ના ચાર મહાનગર માં ત્રણ વર્ષ માં અકસ્માત માં ૧૮,૨૮૭ મૃત્યુ

ગુજરાત ના ચાર મહાનગર માં ત્રણ વર્ષ માં અકસ્માત માં  ૧૮,૨૮૭ મૃત્યુ

Share with:


Read Time:3 Minute, 42 Second
ગુજરાત ના ચાર મહાનગર માં ત્રણ વર્ષ માં અકસ્માત માં  ૧૮,૨૮૭ મૃત્યુ

ગુજરાત રાજ્ય માં અકસ્માત માં મૃત્યુ ના આંક માં સુરત શહેર મોખરે છે એનસીઆરબી મુજબ ત્રણ વર્ષ માં સુરત માં અકસ્માત માં ૬૭૬૦ મૃત્યુ

અમદાવાદ માં અકસ્માત માં ૫૪૯૫ , રાજકોટ માં ૩૯૩૪ અને વડોદરા માં ૨૦૯૮ મૃત્યુ• ગુજરાત માં નેશનલ હાઇવે પર અકસ્માત માં મૃત્યુ ના મુખ્ય કારણ ઓવર સ્પીડીંગ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ..રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ કે ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માત માં નિર્દોષ લોકો ના જીવ જઈ રહ્યા છે તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્ય ના ચાર મહાનગરો એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષ માં ૧૮,૨૮૭ મૃત્યુ થયા. અકસ્માત માં મૃત્યુ આંકમાં સુરત ગુજરાત રાજ્ય માં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૬૭૬૦ મૃત્યુ થયા છે. અમદાવાદ માં ત્રણ વર્ષમાં ૫૪૯૫, રાજકોટ માં ૩૯૩૪ અને વડોદરા માં ૨૦૯૮ મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ ૨૦૧૮ માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું નથી.

ગુજરાત રાજ્ય ના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ ૨૦૨૨ માં ઓવર સ્પીડિંગ ના લીધે નેશનલ હાઇવે માં અકસ્માત માં ૧૯૯૧ મૃત્યુ થયા .જ્યારે વર્ષ ૨૦૨૧ માં ઓવર સ્પીડિંગ માં ૧૯૭૧, વર્ષ ૨૦૨૦ માં ૧૭૧૮ અને વર્ષ ૨૦૧૯ માં ૧૮૨૪ મૃત્યુ થયા. વર્ષ ૨૦૨૨ માં રોંગ સાઇડ ડ્રાઇવિંગ ના લીધે અકસ્માત થી ૬૨ મૃત્યુ થયા જ્યારે વર્ષ ૨૦૨૧ માં ૬૩, વર્ષ ૨૦૨૦ માં ૬૩ અને વર્ષ ૨૦૧૯ માં ૬૨ મૃત્યુ થયા. ગુજરાત સરકાર જોડે અમારી માંગ છે કે ગુજરાત ને સ્પીડ મેનેમેન્ટ પ્લાન ની તાતી જરૂરિયાત છે. ઈન્ટરસેપ્ટર વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પુરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટ ને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નો સમાવેશ કરી ટીન એજર અને યુવાનો માં જાગૃતિ લાવવા નો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરીંગ કરવું જોઈએ. એસ જી હાઇવે અમદાવાદ જેવો કરૂણ અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટી ને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ.મહાનગરમાં અકસ્માતમાં થયેલ મૃત્યુ આંક વર્ષ ૨૦૧૯ વર્ષ ૨૦૨૦ વર્ષ ૨૦૨૧ કુલઅમદાવાદ ૧૮૩૬ ૧૭૬૮ ૧૮૯૧ ૫૪૯૫સુરત ૨૩૫૩ ૨૧૧૯ ૨૨૮૮ ૬૭૬૦રાજકોટ ૧૩૮૦ ૧૨૬૨ ૧૨૯૨ ૩૯૩૪વડોદરા ૭૯૪ ૫૯૭ ૭૦૭ ૨૦૯૮ગુજરાત રાજ્યમાં આવેલ નેશનલ હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં મૃત્યુ આંક વર્ષ ૨૦૧૯ વર્ષ ૨૦૨૦ વર્ષ ૨૦૨૧ વર્ષ ૨૦૨૨ઓવર સ્પીડીંગ ૧૮૨૪ ૧૭૧૮ ૧૯૭૧ ૧૯૯૧રોંગ સાઈડ ડ્રાઈવીંગ ૬૨ ૬૩ ૬૩ ૬૨

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: