આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ : ગુજરાત સરકારની સંવેદનશીલ પહેલ

આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ : ગુજરાત સરકારની સંવેદનશીલ પહેલ

Share with:


આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ : ગુજરાત સરકારની સંવેદનશીલ પહેલ

અમદાવાદ મહાનગરપાલિકાની આંગણવાડીઓ ના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ હતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું આંગણવાડીઓના બાળકોને ગણવેશ વિતરણથી સમાનતાની ભાવના વિકસશે અને બાળકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે

અમદાવાદ શહેરમાં ૮૫ હજારથી વધુ ગણવેશનું વિતરણ



ગૃહ રાજ્યમંત્રી વેક્સિન લઈને કહ્યુ ભારતના ભાવિ સમાન બાળકોમાં આત્મવિશ્વાસનો સંચાર થશે યોજનાના આંકડા કદાચ નાના દેખાય, પણ બાળમાનસ પર તેની મોટી અસર થશે
રથયાત્રા અંગેનો નિર્ણય પરિસ્થિતિના આધારે લેવાશે
રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને, જેનો યશ ગુજરાતની જનતાને છે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે અમદાવાદ શહેરની આંગણવાડીઓના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રસંગે જણાવ્યું હતું, કે જ્યારે આંગણવાડીના બાળકો આ ગણવેશ ધારણ કરશે ત્યારે તેમનામાં સમાનતાની ભાવના વિકસશે તેમ જ તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થશે.’ ગુજરાતના મુ્ખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલા રાજ્યવ્યાપી ગણવેશ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકા ખાતેથી સહભાગી થતા ગૃહરાજ્યમંત્રી જણાવ્યું હતું કે ખાનગી શૈક્ષણિક સંસ્થાના બાળકો સામે આંગણવાડીના બાળકો લઘુતાગ્રંથિનો અનુભવ ન કરે તે માટે આ ગણવેશ આશિર્વાદરુપ નીવડશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ૫૩ હજાર આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને રુ. ૩૬ કરોડના ખર્ચે ગણવેશ વિતરણનો રાજ્યવ્યાપી કાર્યક્રમનો મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.
ગૃહરાજ્યમંત્રી એ આ અવસરે પ્રારંભિક ઉદબોધનમાં કહ્યું કે, આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમનું પ્રતિક છે. આ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરતા પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ૩ થી ૬ વર્ષ દરમિયાન બાળમાનસનો મહત્તમ વિકાસ થતો હોય છે અને આ ગાળામાં જ તેમના મનમાં જે છબી અંકિત થાય તેની લાંબાગાળે અસરો થતી હોય છે, ત્યારે ભારત અને ગુજરાત સરકારે બાળવિકાસના ચાવીરૂપ તબક્કા માટેનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અવસરે કોરોનાકાળમાં અગ્રેસર ભૂમિકા ભજવનાર આંગણવાડી કાર્યકર્તા-બહેનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું કહ્યું કે, સામાન્યપણે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓની સારસંભાળ રાખતા અને ઘડતર કરતા આંગણવાડી કાર્યકર્તાઓએ કોરોનાના સમયમાં કોવીડ પ્રોટોકોલના પાલન દ્વારા જનજાગૃતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ અવસરે ઉપસ્થિત મીડિયા સાથે સંવાદ સાધતા ગૃહરાજ્યમંત્રીએ એસ્પષ્ટ કર્યું હતું કે, ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા અંગેનો નિર્ણય પરિસ્થિતિના આધારે જ લેવામાં આવશે. ગૃહરાજ્યમંત્રી એ અમદાવાદના શીવરંજની ચાર રસ્તા પાસે અકસ્માતમાં શ્રમજીવીઓના મૃત્યું સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવાની સૂચના આપી હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.
રસીકરણ અંગેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રી એ સ્પષ્ટ કર્યું કે, ગુજરાત સમગ્ર દેશમાં રસીકરણમાં પ્રથમ છે અને તેનો યશ ગુજરાતની જનતાને જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રસીકરણ અંગે જનતાને હાલાકી પડતી હોવાના અહેવાલો અંગે કોર કમીટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સત્વરે સમાધાન કરાશે.
વેપારીઓ મહત્તમ લોકસંપર્કમાં આવતા હોઈ તેમનું રસીકરણ ઝડપથી થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાની વાત પણ તેમણે ઉમેરી હતી.


નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આંગણવાડીના બાળકોને ૮૫,૦૭૦ ગણવેશનું વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમના આરંભે આંગણવાડીના બાળકોએ દોરેલા ચિત્રોની ગૃહરાજ્યમંત્રી ને ભેટસ્વરૂપે આપવામાં આવ્યા હતા.
આંગણવાડીઓના બાળકોના ગણવેશ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકા ખાતેથી ગૃહરાજ્યમંત્રી ઉપરાંત મેયર કિરિટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, શાસક પક્ષના દંડક અરુણસિંહ રાજપૂત, પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, મહિલા અને બાલકલ્યાણ વિકાસ કમિટિના ચેરપર્સન શ્રીમતી પ્રતિભાબહેન જૈન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા અને પ્રદિપભાઈ પરમાર પણ સહભાગી થયા હતા.


Share with:


અમદાવાદ ગુજરાત