ગુલાબનો ખતરો:આજે સાંજ સુધી ઓડિશામાં ટકરાશે,અને ગુજરાત માં પણ  અસર જોવા મળશે

ગુલાબનો ખતરો:આજે સાંજ સુધી ઓડિશામાં ટકરાશે,અને ગુજરાત માં પણ અસર જોવા મળશે

Share with:


ગુલાબનો ખતરો:આજે સાંજ સુધી ઓડિશામાં ટકરાશે,અને ગુજરાત માં પણ  અસર જોવા મળશે

ગુલાબ વાવાઝોડું સક્રિય બનીને આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ બંગાળ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું આગામી 12 કલાકમાં વધુ તોફાની બની ઓડિશા તરફ આગળ જશે. જેને કારણે આ ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે

બંગાળની ખાડી ઉપરનું લો પ્રેશર ક્ષેત્ર શનિવારે ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ માં બદલાઈ ગયું છે. પાકિસ્તાને આ તોફાન (વાવાઝોડા)ને ગુલાબ નામ આપ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડું આજે સાંજે દરિયાકિનારે ત્રાટકશે. આ સમય દરમિયાન પવનની ગતિ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે

ઉત્તર આંધ્ર પ્રદેશના તટવર્તી વિસ્તારો અને દક્ષિણ ઓડિશાને લગતા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વાવાઝોડાને કારણે માછીમારોને દરિયામાં ના જવાની સલાહ આપવામાં આવી છે તે જ સમયે, ઓડિશાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાના આદેશ આપવામાં આવ્યા છે બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને નજીકના વિસ્તારોમાં કેન્દ્રિત છે. હાલમાં, તે ઓડિશાના ગોપાલપુરથી લગભગ 330 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં છે. આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમથી તેનું અંતર 400 કિમી પૂર્વ છે

Share with:


Uncategorized