ભાજપે આગામી ૧૧થી ૧૩ જૂન દરમિયાન સંપર્ક અભિયાન યોજવા તૈયારી કરી

ભાજપે આગામી ૧૧થી ૧૩ જૂન દરમિયાન સંપર્ક અભિયાન યોજવા તૈયારી કરી

Share with:


ભાજપે આગામી ૧૧થી ૧૩ જૂન દરમિયાન સંપર્ક અભિયાન યોજવા તૈયારી કરી

૧૮૨ વિધાનસભા બેઠકો પર વિસ્તારકો મતદારોનો સંપર્ક કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.રાજ્યમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે કમરકસી છે. ત્રણેય રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપે ૧૮૨ સીટોના ટાર્ગેટને પુરો કરવા માટેની મજબૂત તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે હવે આગામી ૧૧થી ૧૩ જૂન દરમિયાન વિરાટ સંપર્ક અભિયાન યોજવા તૈયારી કરી છે. ચૂંટણીના માઇક્રો મેનેજમેન્ટના ભાગરૂપે પ્રત્યેક બૂથથી માંડીને વિધાનસભા કે લોકસભા વિસ્તારમાં કેવી રીતે સંગઠનાત્મક વ્યુહરચના ગોઠવવી તેના આયોજન થતાં હોય છે. આ માઇક્રો મેનેજમેન્ટ મુજબ અલ્પકાલિન અને દિર્ઘકાલિન વિસ્તારકોના પ્રવાસો ગોઠવવામાં આવે છે.આ રાજકીય પ્રવાસોના ફીડબેકના આધારે ૧૧થી ૧૩ જૂન દરમિયાન વિસ્તારકોના પ્રવાસો ગોઠવાશે. અલ્પકાલિન વિસ્તારકોમાં ફરીથી મંત્રીઓથી માંડીને જનપ્રતિનિધિઓ, આગેવાન કાર્યકરોને શક્તિકેન્દ્રો સુધીના સ્તરે મોકલાશે. ગત મહિને મળેલી ભાજપ પ્રદેશની બેઠકમાં તૈયાર થયેલા કાર્યક્રમ મુજબ, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી વિસ્તારક યોજના તૈયાર કરાઇ હતી. છ માસ માટેના યુવા વિસ્તારકોએ પહેલા ફેઝમાં ૧૦૪ વર્ગો યોજ્યા છે અને હવે જૂનના બીજા સપ્તાહમાં બાકી રહેલી વિધાનસભા વિસ્તારોમાં જશે. સમગ્ર ૧૮૨ વિધાનસભા માટે આ વિસ્તારકો નીકળશે.આગામી ૧૧થી૧૩ જૂન દરમિયાન અલ્પકાલિન વિસ્તારકોની યોજના બનાવી છે. જે ૧૦,૦૬૯

શક્તિકેન્દ્રોમાં ૧૨,૫૦૦વિસ્તારકો જશે. આ તમામ શક્તિકેન્દ્રો પર જઈને પેજ સમિતિના પ્રમુખો, પેજ સમિતિના સદસ્યો, બૂથની સમિતિ, બૂથમાં રહેલા લાભાર્થીઓનો સંપર્ક કરશે .આ અલ્પકાલિન વિસ્તારકમાં પ્રદેશ પદાધિકારીઓ અને રાજય સરકારમાં રહેલા તમામ મંત્રીઓ, પદાધિકારીઓ, કારોબારી સદસ્યો અને મોરચાના સદસ્યો વગેરે જોડાશે. ભાજપના આ વિરાટ સંપર્ક અભિયાનમાં ૫૧ હજાર બૂથ સુધી વિસ્તારકો ભાજપ સરકારના કાર્યક્રમો, યોજનાઓ, સંગઠનાત્મક બાબતો અંગે જનતા સુધી પહોંચાડવા પ્રયાસ થશે. આ સાથે પેજ સમિતિના સદસ્યો સુધીનો આ સંપર્કનો વિરાટ અભિયાન યોજાશે.આ દરમિયાન કાર્યકર્તાઓ ચૂંટાયેલ પ્રતિનિધિઓ લોકોની વચ્ચે જઈને કેન્દ્ર સરકારની આઠવર્ષની સિદ્ધિઓ રજુ કરશે.

Share with:


News અમદાવાદ ગાંધીનગર ગુજરાત