
સાબરમતી રિવફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તેમજ અ.મ્યુ. કો. ના સંયુક્ત ઉપક્રમે આંબેડકર બ્રિજ નજીક બાયોડાયવર્સીટી પાર્ક પાસે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ સફાઈ કામદાર ને સેનીટેશન કીટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.સદર કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે તેમની ઉપસ્થિતિમાં આંબેડકર બ્રિજ પાસે સ્વચ્છતા અભિયાન યોજાયેલ જેમાં અન્ય અધિકારી ઓએ પણ ભાગ લીધેલ.સ્વચ્છતા અભિયાન બાદ વોટર એરોડ્રોમની સામે માનનીય રાજ્યપાલ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયેલ જેમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવેલ. મિયાવાકી પદ્ધતિ થી વૃક્ષારોપણ કરવાથી વૃક્ષોનો વિકાસ ૧૦ થી ૧૫ ફૂટ સુધી જોવા મળશે. હાલમાં પણ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ઘણી જગ્યા પર મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરેલ છે જેના લીધે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ગ્રીન કવર વધ્યું છે.

કાર્યક્રમને સંબોધતા ગવર્નરે સ્વચ્છતા નું મહત્વ સમજ્યું તદુપરાંત લોકોને પોતાની નૈતિક ફરજ પુરી કરતા ઘર ઉપરાંત શહેરને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી નાગરિકોની છે તેવો સંદેશો પાઠવેલ. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય લોકોને સ્વચ્છતા વિષે સજાગ અને જાગૃત કરવાનો હતો જેથી લોકો પોતાની આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા જાળવે

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય શ રાકેશ શાહ, ડે મેયર . ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન . હિતેશ બારોટ, પક્ષના નેતાશ્રી- ભાસ્કરભાઈ ભટ્ટ, રેવેન્યુ કમિટી ચેરમેન શ્રી જૈનિકભાઈ વકીલ, દંડક અરૂણસિંહ રાજપૂત, કલેક્ટર સંદીપ સાંગલે, મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરા(I.A.S)તેમજ અ.મ્યુ.કો ના તેમજ સા.રી.ફ્ર.ડે. કો.લી ના અધિકારી ઓ પણ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ સફાઈ કામદારોને સુરક્ષાકીટનું વિતરણ પણ રાજ્યપાલના વરદ હસ્તે યોજાયો હતો